Cystic Fibrosis of Lung / Cystic Bronchietesis of Lung : Treated successfully with Homoeopathy

By | October 4, 2011

જીવવાની નહીં મરવાની દવા જોઈએ છે, આપશો???

“મારા ભાઈએ આપની પાસે સારવાર માટે મોકલી છે. પણ સારવાર તો ઠીક, આપની પાસે કોઈ મરવાની દવા હોય તો એ મને આપો, હવે નથી સહેવાતું, એટલે જીવન કરતાં મોત ઈચ્છું છું.”

પંચાવન વર્ષની વયના સન્નારીએ પોતાના આવવાના આશય સાથે જીવનની અંતિમ ઈચ્છા હોય તેવી રીતે પોતાની વ્યથા રજુ કરી, સાથે આવેલા એમના પતિ પણ જાણે એની ઈચ્છામાં સંમતિ ધરાવતા હોય તેમ એમણે પણ ચહેરા પર દયાના ભાવ સાથે પોતાની મંજૂરી દર્શાવી.

“ખૂબ રીબાઈ છું. જીવનની અડધી ઉંમર રીબાઈને જીવી છું. છેલ્લા પચ્ચીસ વર્ષ કરતાંયે વધુ સમયથી આ તકલીફ છે. આશરે એંશીની સાલમાં મને તકલીફ થવી શરૂ થઇ. ત્યારે શરદી થતી અને એની સાથે વારંવાર ખાંસીની તકલીફ થતી. શરૂઆતમાં મને એમ કે હશે, વાતાવરણને લીધે કે ખાવાપીવાને લીધે આમ થતું હશે, એટલે ઘરના ઓસડિયા અને સાદા ઘરગથ્થું ટુચકાઓ અજમાવ્યા. પણ કોઈ ફાયદો ન થતો. ત્યારે અમારી આર્થિક અને સામાજિક સ્થિતિ એવી ન હતી કે બીજી સારવાર પોષાય. બાળકો નાના હતાં, ઘરના વડીલો બીમાર રહેતા, એમના એકલાની કમાણી પર ઘર ચલાવવાનું, ખૂબ તકલીફો હતી. આવું ચાર-પાંચ વર્ષ ચાલ્યું. પછી એક મોટા દાક્તરને બતાવ્યું. એમણે તે જમાનાની બધીજ આધુનિક તપાસ કરાવડાવી. એમાંથી એમણે મારું જમણું ફેફસું ખરાબ થઇ ગયું છે એવું નિદાન કર્યું. એવા નિદાન સાથે એમણે અમદાવાદની મોટી હોસ્પિટલમાં બતાવવાની સલાહ આપી. ત્યાંના મોટા સાહેબે પણ ખૂબ સહાનુભૂતિપૂર્વક મારો કેસ તપાસ્યો અને અંતે લાગણીભરી સલાહ આપી કે ‘જો બહેન, તારે શાંતિથી જીવવું હોય તો તારું જમણું ફેફસું કાઢવી નાખ, તો જ તારી તબિયતમાં સુધારો થશે.’ મારે ઘેર નાના છોકરા અને ઉંમરલાયક વડીલો, બે ફેફસા સાથે કામ ન થતું એમાં આવું મોટું ઓપરેશન કેમ સહન થાય? એટલે મેં એમની સલાહ ન માની. હું બીમાર થઇ ત્યારથી આજ સુધી રાત-દિવસ બસ ખાંસ્યા કરું છું. મને હરુંફરું ત્યાં સુધી ખાસ તકલીફ થતી નથી પણ જેવી સુવા માટે આડી પડું એટલે ખાંસી વધી જાય એની સાથે ખૂબ શરદી થાય. નાક સાફ કરી કરીને હવે નાકમાં ચાંદા પડી ગયા છે. ગળામાં ચાંદા થઇ જાય છે. ખાંસી આવે એટલે ગળામાં પણ ખૂબ બળતરા થાય. સાથે હવે છાતીના પડખા પણ ખાંસી ખાઈ ખાઈ ને દુખી ગયા છે. ખાંસી એવી તો જોરદાર થાય કે મારા ખાંસવાના અવાજને લીધે ઘરમાં કોઈ શાંતિથી સુઈ શકતા નથી. ઘણીવાર બાકીના લોકો શાંતિથી સુઈ શકે તે માટે હું મોઢે કપડાનો ડૂચો દબાવી દઉં છું પણ એ પણ કેટલો સમય દબાવાય?

છેલ્લા ઘણા વર્ષોથી હવે ગંધાતા ગળફા આવે છે. કોઈ જનાવર મરી ગયું હોય અને પડ્યું પડ્યું સડી જાય, એની જેવી વાસ હોય તેવી, ખૂબ દુર્ગંધ ગળફામાંથી આવે છે. હવે તો મારા શ્વાશમાંથી પણ આવી અસહ્ય વાસ આવે છે. મારાથી જ એ સહન નથી થતી તો બીજાનું તો શું પુંછવું? એ તો મારા પતિ જ મહાન છે જે મારા જેવીને સહન કર્યા કરે છે. ખાંસતાં ખાંસતાં બેવડ વળી જવાય છે. પણ એ બિચારા ઉઠીને મારા વાંસે હાથ ફેરવ્યા કરે છે. મારી તો બીમારીને લીધે જિંદગી બગડી ગઈ પણ એમની તો મારા જેવીને નિભાવવામાં અને સારવાર કરાવવામાં વેડફાઈ ગઈ.

ઘણા વખતથી જુદી જુદી સારવાર કરાવી છે એના રિપોર્ટોનો આ ઢગલો છે. હવે તો એય સાચવીને થાકી ગઈ છું.

મારા બાળકો સહેજ ઉંમરલાયક થયા એટલે એમને સંસારના થાળે પાડી દીઘા છે. હવે તો એમનોય સંસાર ઠરીઠામ થઇ ગયો છે. ઘરના વડીલોય હવે તો પરધામ વહ્યા ગયા છે. એટલે મારી બધી જ જવાબદારીઓ પૂરી થઇ ગઈ છે. હવે આમેય જીવવાની જરૂર નથી, અને હવે વેઠાતું નથી. ખૂબ થાકી ગઈ છું.”

એમના છાતીના ફોટાના રિપોર્ટ* ૧૯૮૩થી કઢાવેલા હતાં. જેમાં જમણા ફેફસામાં “સિસ્ટીક ફાઈબ્રોસીસ” પ્રકારના ફેરફાર દેખાતા હતાં. આ પ્રકારની બીમારીમાં ફેફસાના મૂળ બંધારણમાં ફેરફાર થવાને કારણે શ્વસનતંત્રની ગંભીર તકલીફો થાય છે.

ત્યારબાદની સતત સારવાર છતાં ૧૯૮૭, ૧૯૯૩, ૧૯૯૭ અને છેક ૨૦૦૩ ની સાલ સુધીના છાતીના ફોટામાં એ જ પરિસ્થિતિ દેખાતી હતી. ખૂબ લાંબા  ગાળાની તકલીફોને કારણે હવે ગળફામાં પણ ગંભીર ફેરફારો થયા હતાં જેને કારણે તીવ્ર દુર્ગંધવાળા ગળફા પડતા હતાં. તેમને પાંત્રીસ વર્ષની ઉંમરે માસિક સ્ત્રાવ બંધ થઇ ગયો હતો. છેલ્લા થોડા વર્ષોથી હવે બીમારી સાથે બ્લડપ્રેશર પણ રહેવા લાગ્યું હતું.

હોમિયોપેથીક સારવાર પદ્ધતિ જેના માટે ખૂબ નામના મેળવી ચુકી છે એવો જ આ એક લાંબા ગાળાની બીમારીનો કેસ હતો. નિશ્ચિત ચિહ્નો અને હતાશાની માનસિક અવસ્થાને કેન્દ્રિત સારવાર શરૂ કરાઈ.

પ્રથમ મહિનાની સારવાર બાદ જયારે તેઓ બતાવવા આવ્યાં ત્યારે નવા જ જોમ સાથે પ્રવેશ્યાં. ટેબલ પર હાથ ટપારતાં જ બોલી ઊઠ્યા: “ હવે મારે જીવવું છે. હા, તમે માનશો?, છેલ્લા વીસ વર્ષથી હું આરામખુરશીમાં જ સુતી હતી. મારા પોતાના પલંગમાં હવે વીસ વર્ષ બાદ સુઈ શકું છું!” વધુ બે મહિનાની સારવાર બાદ તેઓ કોઇપણ જાતની ખાંસી અને ગળફાની તકલીફમાંથી મુક્ત થઇ ગયા હતાં. વધુ ત્રણ મહિનાની સારવારના અંતે કરાવેલા એક્સ-રેમાં પણ ફેફસાંનું બંધારણ સામાન્ય થઇ રહ્યું હોવાનું સ્પષ્ટ દર્શાવી રહ્યું હતું. આવા ઉત્સાહજનક રીપોર્ટ સાથે એમણે એક સુખદઆશ્ચર્ય  પ્રશ્ન કર્યો: “મારા આખા જીવનમાં મેં ક્યારેય પ્રવાસ નથી કર્યો, જીવનમાં ઘર અને દવાખાનાઓ સિવાય કંઈ જોયું નથી. હવે મને ખૂબ સારું છે, એટલે મનમાં ઈચ્છા થાય છે કે મારે ચારધામ જવું છે અને જો જવાય તો અમરનાથની જાત્રા કરવી છે. હવે મને વિશ્વાસ છે, મને કંઈ નહીં થાય.”

સાડા ચાર માસના ગાળા બાદ તેઓ ખૂબ પ્રફુલ્લિત ચહેરે અને વદને મળવા આવ્યાં.

જે વ્યક્તિ પોતાના પલંગ પર સુઈ શકતી ન હતી, પોતાની દૈહિક ક્રિયાઓ અને દૈનિક ઘરકામ સરળતાથી નિભાવી શકતી ન હતી, તે સામાન્યરીતે તંદુરસ્ત વ્યક્તિઓ માટે પણ દુર્ગમ અને મુશ્કેલ એવી યાત્રા પગપાળે કરીને આવી હતી. પોતે મેળવેલા નવા સ્વાસ્થ્યનો આનંદ અને ઉત્સાહ સમતો ન હતો એના મનમાં.

આ વખતની મુલાકાતમાં તેઓ ભગવાનનો પ્રસાદ વહેંચવા આવ્યાં હતાં.

એક વર્ષથી પણ ઓછા ગાળાની અસરકારક સારવારના અંતે જીવન અને બીમારીથી હતાશ અંદ હારી ગયેલી વ્યક્તિમાંથી પ્રભુના ઉત્કૃષ્ઠ પ્રસાદ એવા જીવનને તેઓ હવે નવા જોમ જુસ્સાથી માણી રહ્યા હતાં.

હોમીઓપેથીક સારવાર પદ્ધતિની સફળતાના અનેક પરિણામોમાંનું એક પરિણામ જેમાં ખૂબ ગંભીર અને હઠીલા રોગ ઉપર વિજય મેળવીને જીવનની મોજ પાછી મેળવી શકાઈ હતી.

* ક્રમ પ્રમાણેના એક્સરે રિપોર્ટસ 

 The first report of March 1987, S/o involvement of nearly whole Rt. Lung

 The Second report after 4 years shows no changes inspite of aggressive treatment

The third report nearly afer 10 years : Same state, no change The patient continues to suffers, no respite in spite of all treatment.
And then Homoeopathic Treatment : RECOVERY FOR ANY ONE TO SEE AND VERIFY.
As the patient recovered completely, but refused to undergo any tests furthur. So am not able to post the status (X-ray) of complete recovery.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *