Coronary Artery Disease : Effectively Treated with Homoeopathy

By | September 29, 2011

હ્રદય ની ગંભીર બીમારીની હોમેઓપથિક સારવાર

“આ મારા મમ્મી જેવા છે. જેમની એક ગંભીર પ્રકારની બીમારી માટે હોમેઓપથીક સારવાર કરાવવા તૈયાર થયા છે.” દર્દીની ઓળખાણ સાથેની પ્રસ્તાવના અપાતા અમારા પરિચિત દર્દીએ કરેલા વિધાનની ગંભીરતા એમના કેસની શરૂઆતમાં જ મને સમજાઈ ગઈ.

“મને હૃદયની બીમારી છે, અને બાયપાસની સલાહ આપી છે, પણ મને  ડાયાબીટીસ પણ છે અન-કન્ટ્રોલડ!,  એટલે હમણાં તાત્કાલિક ઓપરેશન થાય તેમ નથી એટલે વચ્ચેના સમયમાં ચાન્સ લેવા હોમેઓપથી અજમાવી જોવી છે. થોડી રાહત મળે તોયે ઘણું…”

મને છેલ્લા બે-ત્રણ વર્ષથી ડાયાબીટીસ છે. મને ત્યારે નબળાઈ અને સાથે અમુંજણ રહેતી, ખુબજ પરસેવો થતો ને ક્યારેક થોડા ચક્કર જેવું લાગતું હતું એટલે દાક્તરને બતાવ્યું, એમણેવિવિધ પ્રકારના ટેસ્ટ કરાવ્યા, ત્યારે એમાં બાકી બધું તો નોર્મલ આવ્યું, પણ ડાયાબીટીસ સાડી ચારસો આવ્યો. એમણે મને થોડા દિવસ દાખલ કરીને એ નોર્મલ કરી આપ્યો, હવે અત્યારે એ જમ્યા પછી બ્સ્સોની આજુબાજુ આવે છે. ડાયાબીટીસ ત્યાના છ એક મહિના બાદ મને છાતીમાં ભાર લાગવા માંડ્યો, હું થોડું લાંબુ ચાલુ અથવા દાદર ચઢવાનું થાય ત્યારે મને આ ભાર વધારે લાગતો, છેલ્લા બે-ત્રણ વર્ષથી મને પીઠમાં દુખાવાની તકલીફ પણ રહે છે. આ સાથે મને કબજીયાતની જૂની તકલીફ છે પણ એ તો હું અઠવાડિયે એકાદવાર દિવેલ લઇ લઉં એટલે પેટ સાફ થઈ જાય, છેલ્લા આઠ મહિનાથી મને ડાબા ખાભામાં દુખાવો રહે છે. એની સારવારથી મને સારું છે. હમણાં થોડા દિવસથી મને ખાંસીની તકલીફ સતાવે છે, થોડો શ્રમ પડે એટલે ખાંસી શરૂ થઈ જાય છે.

મારો દીકરો અને વહુ લંદન રહે છે. એ મને કાયમ કહ્યા કરે છે અહીં આવી જાવ તમારી સારવાર અહીં કરાવીશું, અહીં પોલ્યુશન પણ ઓછું છે એટલે ઝડપથી સજા થઈ જશો, પણ મારું મન માનતું નથી, અહીં અમારો બંગલો છે મોટી જગ્યા છે એ છોડીને જાઉં તો બધું વેરાન થઈ જાય… હું અને મારા પતિ, બંને જણ નવરા જ છીએ એટલે અત્યારે તો કાળજીથી બધું સાચવીયે છીએ…આગળનું ભગવાન જાણે…”

આટલું બોલ્યા બાદ થોડા સમય માટે એ ચુપ થઈ ગયા. આંખોમાં આંસુ તગતગી આવ્યાં. તેમના સ્વાસ્થ્ય અંગેના કેટલાક પ્રશ્નો પૂછ્યા પણ કોઈ જવાબ ન આપતા એ જાણે વિચારોમાં ખોવાઈ ગયા, એમની સાથે આવેલા બહેને વધુ માહિતી આપતાં જણાવ્યું “એમનો એકનોએક દીકરો છેલ્લા પાંચેક વર્ષથી લંદન ગયો છે, ત્યાં ખુબ સારી રીતે સેટ થઈ ગયો છે. મમ્મીને પણ ત્યાં ખુબ ગમે છે, પણ પપ્પાને નથી જવું. એમને ત્યાં ખુબ એકલવાયું લાગે છે. અહીં તો સોસાયટીના જુવાનીયાઓને બીજા બાળકોને ભેગા કરીને આખો દિવસ ટોળટપ્પા હાંક્યા કરે, નાના બાળકો સાથે સવારથી ક્રિકેટ રમે બપોરે વડીલોને ભેગા કરીને કેરમ રમે અને સાંજથી મોડી રાત સુધી જુવાનીયાઓ સાથે પત્તાંરમ્યા કરે… આખો દિવસ લોકોથી ઘર ભરેલું જ રહે છે…”

“એમને ક્યાં હાથ લંબાવાના છે?” વચ્ચેથી આગળ લંબાવતા દર્દીએ વાત શરૂ કરી, “બસ જીભ જ હલાવવાની ને, ‘ફલાણાભાઈ આવ્યાં છે…ચા લાવો, ઢીકણો આવ્યો છે… કોફી લાવ, કંઇક ઠંડું બનાવો…, બધા પીશું, બસ ઓર્ડરો ચાલુજ હોય, ને એમને બીજા લોકોનું કરેલું કામ ગમતું નથી એટલે બધુંજ ઘરકામ હું જાતેજ કરું છું, એ ઉપરાંત એમના આવા હુકમો… હું એય ચલાવી લઉં છું, પણ ઘડીની નવરાશ મળે અને બીજા કોઈ ઘરમાં હાજર ન હોય તો એ તો સુઈ જાય… મને બાઈ માણસને દિવસે સુવાનું થોડું ફાવે? મને રાત પસે થોડી નવરસ મળે  ત્યારે એ એમની મંડળીમાં હોય, હું રોજ રાહ જોઉં કે ક્યારેક તો તેઓ મારી સાથે એકાંતમાં વાત કરશે… એમણે ક્યારેય મને પૂછ્યું નથી કે તું કેમ છે? ઘરનું બધું કામ જાતે કરું છું તો હું પહોંચીવળું  છું કે નહીં? કંઈ પડી નથી… બસ મારે તો આમ ઢસરડાં કરીને જ જીવવાનું છે, દિવસ રાત મને મારી એકલતા કોરી ખાય છે…દિવસ તો કામમાં પસાર થઇ જાય છે પણ રાત થાય સને મને ધ્રાસકો પડે કેમ કરીને રાહ જશે? ખુબ જ વિચારો આવે, કેમેય કરીને ઠીક ન લાગે એટલે રાતે ઉભી થઈને કામે લાગું, કોઈ કામ ન મળે તો ચાદર-ગલેફ ધોવા બેસી જાઉં…, સાફ વાસણો ફરીથી માંજવા માંડું, જેમ તેમ કરીને રાત કાઢું…ખુબજ થાકી જાઉં ત્યારે માંડ બે-એક કલાક ઊંઘ આવે, આમ છેલ્લા ચાર વર્ષ તો કાઢ્યાં, હવે કેટલાં કાઢવાનાં…”

શારીરિક અને માનસિક પીડાથી થાકી ગયેલા આ બહેનની બીજી તકલીફો અને ખોરાકની પસંદગી વિશેની નોંધ કર્યા બાદ તેમની કબજીયાત, સાંધાના દુખાવા, હ્રદયની તકલીફ અને માનસિક વેદનાને ધ્યાનમાં રાખીને હોમેઓપેથીક દવાની પસંદગી કરવામાં આવી.

લગભગ એક મહિનાની સારવાર બાદ એમની ઊંઘ નિયમિત થઈ, ત્યારબાદ એમને આંતરડાની અને વધુ પડતા ઝાડાનીતકલીફ શરૂ થઇ, જેની સારવાર દરમ્યાન એમને માથાના દુઃખાવાની ફરિયાદ અનુભવાઈ. આ ચિન્હોનો એમણે પોતાની પહેલી અને ત્યારબાદની પાંચેક મુલાકાતમાં ઉલ્લેખ પણ નહોતો કર્યો. એટલે આ ચિહ્નો વિષે પૂછતાં એમણે કહ્યું કે મને આવી તકલીફો મારી પચ્ચીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર દરમ્યાન હતી અને ત્યારે સારવાર બાદ ઠીક હતું, પછી આટલા વર્ષોમાં મને આવી તકલીફ ક્યારેય થઈ નથી.

આમ એમના જુના ચિહ્નો પણ એમની નિયત સારવારથી મટવા લાગ્યા. લગભગ છ મહિનાની સારવાર બાદ એમણે પોતાના પુત્રને ત્યાં લંડન જવાનું થયું એટલે એમની દવાઓ સાથે લઈ ગયા. ત્યાં રોજ સવાર સાંજ આ સફેદ ગોળીઓ ખાતાં જોઈ એમાં દીકરાએ પૂછ્યું  “તમે આ શેને માટે ખાધા કરો છો?” એમનો પુત્ર માતાની હૃદય અને સાંધાની બીમારીથી તદ્દન અજાણ હતો. આવી ગંભીર બીમારીમાં હોમેઓપથીની શું અસર થવાની છે? આ સારવાર કરવામાં કોઈ મોટું કોમ્પ્લીકેશન થઈ ન જાય એવી લાગણી સાથે એણે પહેલાં પોતાના ફેમીલી ડોક્ટર અને પછી સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કર્યો.

બધાંના આશ્ચર્ય વચ્ચે તેમના હ્રદયના તમામ રીપોર્ટ નોર્મલ આવ્યાં. જુના રીપોર્ટની સરખામણીએ હાલ તેમનું હૃદય સંપૂર્ણ સામાન્ય કાર્ય કરતું થઈ ગયું હતું. તેથી તેમને કોઈ સારવાર ન આપતાં જે સારવાર ચેતા હોય તે ચાલુ રાખવા જણાવ્યું.

એક વર્ષની સારવાર બાદ હ્રદયની ફરિયાદની સાથે તેમના સાંધાના દુઃખાવાની અને અન્ય તકલીફો સામાન્ય થઈ ગઈ.

સ્વસ્થ મન હંમેશાં સ્વસ્થ તન પણ રાખે છે. વ્યક્તિની પ્રકૃતિ, વરસો અને જીવન પદ્ધતિ ઉપરાંત એમની લાગણીઓ અને આવેશનો પણ રોગની અવસ્થામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હોમેઓપેથીથી સારવાર થાય છે.
* as submited to Newspaper for the publication.

One thought on “Coronary Artery Disease : Effectively Treated with Homoeopathy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *